વોકેશનલ કોર્ષ ઓન કૃષિ ઈજનેરી અને ટેકનૉલોજી
કૃષિ કાર્યો માટે મજુરોની ખોટ પડી રહી છે જેથી સમયસર ખેતીના કામકાજ પૂરા ના થવાથી ઉત્પાદન ઉપર માઠી અસર પડી રહેલ છે. અને ખેતીની આવક ઓછી થઈ રહેલ છે.એવા સંજોગોમાં કૃષિ કાર્યો યાંત્રીકીકરણ કર્યા સિવાય છુટકો નથી. કૃષિ યાંત્રિકીકરણ અપનાવતા કૃષિ ઓજારોના રખરખાવ અને ઉત્પાદન ગ્રામીણ સ્તરે કરવા માટે ઉપરોકત વોકેશનલ કોર્સનું આયોજન કરવામાં આવે છે. કૃષિ માટે વરસાદના પાણીનું ધણુજ મહત્વ છે. આથી પાણીનું રક્ષણ અને સારી રીતે તેનો સંચય અને ઉપયોગ કરી ખેતીની આવક વધારી શકાય.