Latest News

TODAY'S WEATHER (7/5/2025)

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, આણંદ જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મોટાભાગે વાદળછાયું તથા મુખ્યત્વે ભેજવાળું રહેવાની સંભાવના છે અને ૭ થી ૯ મે દરમિયાન છૂટાછવાયા જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ૧૦ અને ૧૧ મે દરમિયાન છૂટાછવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૨ થી ૩૫ ડીગ્રી સે. જેટલું, લઘુતમ તાપમાન ૨૧ થી ૨૪ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૪૦ થી ૮૦ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૧ થી ૧૨ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૧૧ થી ૧૭ મે, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા સાધારણ નીચું, લઘુતમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે અને છૂટાછવાયા જગ્યાએ ખૂબ હળવા વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • આગામી પાંચ દિવસ દરમિયાન વીજળી અને મેઘગર્જના સાથે વરસાદ પડવાની સંભાવના હોઈ,
  • કાપણી કરેલ પાક-પેદાશોને સુરક્ષિત જગ્યાએ રાખવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી.
  • ઉભા પાકોમાં વરસાદની આગાહી દરમિયાન પિયત તથા દવાનો છંટકાવ ટાળવો.
  • વધુ ઝડપી અને ઝાટકા સાથેના પવન સામે રક્ષણ માટે બાગાયતી પાકોના છોડને ફળ અવસ્થાએ લાકડા  
            અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
  • પરિપકવ બાગાયતી પાકોના ફળોની સમયસર વીણી કરી બજારમાં વેચાણ અર્થે મૂકવા.

હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

કેળ

લૂમનો વિકાસ/

ફળ

 

  • લૂમની વિકાસ અથવા ફળ અવસ્થાએ કેળના છોડને વધુ ઝડપી અને ઝાટકા સાથેના પવન સામે રક્ષણ માટે યાંત્રિક ટેકા આપવા.

ઉનાળુ ડાંગર

દાણા બેસવા/ દેહધાર્મિક પરિપક્વતા

 

  • ડાંગરના ખેતરમાંથી વધારે વરસાદથી ભરાયેલ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

ઉનાળુ બાજરી

ડુંડા/

દેહધાર્મિક પરિપક્વતા

 

  • પરિપક્વ બાજરીના ડુંડાની વહેલી તકે લણણી કરી સુરક્ષિત જગ્યાએ મૂકવા અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવા.
  • ખેતરમાંથી વધારે વરસાદથી ભરાયેલ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

ઉનાળુ મગ

શીંગોનો વિકાસ  

 

  • મગના પાકમાં પરિપક્વ શીંગોની વહેલી તકે વીણી કરી સુરક્ષિત જગ્યાએ મૂકવી.
  • ખેતરમાંથી વધારે વરસાદથી ભરાયેલ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

શાકભાજી/ફળ પાકો

ફૂલ/ફળ

 

  • બાગાયતી ફળ અને શાકભાજી પાકોના પરિપક્વ ફળોની સમયસર વીણી કરી લેવી.
  • જુના બગીચા હોય તો ઝાડની છટણી કરવી જેથી ભારે પવન અને વરસાદ દ્વારા નુકસાન નિવારી શકાય.
  • ખેતરમાંથી વધારે વરસાદથી ભરાયેલ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.

ઘાસચારાના પાકો

વાનસ્પતિક/

ફૂલ

 

  • કાપણી કરેલ ઘાસચારાના પાકોને સુરક્ષિત જગ્યાએ રાખવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી.

પશુપાલન

  • પશુઓને વીજળી-મેઘગર્જના જેવી હવામાન પરીસ્થિતિ દરમિયાન શેડમાં સુરક્ષિત જગ્યાએ રાખવા.
  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.

 

આણંદ જીલ્લો  

 

હવામાન આગાહી

 

     તારીખ

 (દિવસ-)

(૦૭/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૦૮/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૦૯/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૧૦/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

  (૧૧/૦૫/૨૦૨૫)

વરસાદ(મી.મી.)

55

40

40

10

7

મહત્તમ તાપમાન (સે.ગ્રે.)

34

32

32

33

35

લઘુત્તમ તાપમાન (સે.ગ્રે.)

21

23

23

24

24

મહત્તમ  ભેજ (%)

80

80

80

75

75

લઘુત્તમ ભેજ (%)

50

50

45

40

40

પવનની ગતિ (કિમી/કલાક)

11

12

11

11

11

પવનની દિશા

228

219

197

188

208

વાદળની સ્થિતિ(ઓક્ટા)      

8

8

8

6

6

 

 

 

 

નોંધ: ઉપર દર્શાવેલ હવામાન આગાહી સમગ્ર જીલ્લાની સરેરાશ હોઈ, તેને કોઈ એક જગ્યા માટે લાગુ કરવી નહિ.

 

 

* નવી હવામાનની આગાહી દર મંગળવારે અને શુકવાર ના રોજ પ્રસિદ્ધ થશે 

 

latitude: 
22.58°N
longitude: 
72.92°E
altitude: 
45.1 m
Weather Date: 
Wed, 2025-05-07
max: 
32.2
min: 
19.5
Relative humidity: 
100
Wind Direction: 
SW
Evaporation: 
5.8
Wind Speed: 
7.0
Birght Sunshine: 
3.1
Rainfall: 
55.0
 
 
Photo Gallery X