Latest News

સ્વચ્છ ભારત મિશન પરિપત્ર તા. 19.10.2015

Issuing Office: 
Extension Education Institute
Short name of Issuing office: 
aau_eei
Date: 
Mon, 2015-10-19

"Recent Trends in Applied Sciences : Building Institutional and Industrial Avenues" on 1-12 Dec., 2015

Issuing Office: 
Directorate of Research & Dean PG Studies
Short name of Issuing office: 
aau_dr
Date: 
Mon, 2015-10-19

TODAY'S WEATHER (3/5/2025)

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ, આણંદ જીલ્લામાં આગામી બે દિવસ આકાશ મુખ્યત્વે ચોખ્ખું તથા ત્યારબાદ ત્રણ દિવસ આકાશ અંશત: વાદળછાયું રહેવાની સંભાવના છે અને તારીખ ૭ મે દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૩૭ થી ૩૯ ડીગ્રી સે. જેટલું, લઘુતમ તાપમાન ૨૭ થી ૨૮ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૨૫ થી ૫૫ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ થી ૧૨ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: ૦૭ થી ૧૩ મે, ૨૦૨૫ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા સાધારણ નીચું, લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની સંભાવના છે અને છૂટાછવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • પાકોની કાપણી કર્યા બાદ જમીનમાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યપ્રકાશમાં તપવા દેવી જેથી કરીને જમીનમાં રહેલ રોગ-જીવાતનો નાશ કરી શકાય છે.
  • ઉભા પાકોમાં જમીનમાં ભેજની પરીસ્થિતિને ધ્યાનમાં લઈ સાંજના અથવા સવારના સમયે પિયત આપવું.
  • કાપણી કરેલ પાક-પેદાશોને સુરક્ષિત રાખવી.
  • વધુ ઝડપી પવન સામે રક્ષણ માટે બાગાયતી પાકોના છોડને ફળ અવસ્થાએ લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
  • પરિપકવ બાગાયતી પાકોના ફળોની સમયસર વીણી કરી બજારમાં વેચાણ અર્થે મૂકવા.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત

કૃષિ સલાહ

કેળ

લૂમનો વિકાસ/

ફળ

 

  • કેળના પાકમાં હવામાન પરીસ્થિતિ અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે નિયમિત પિયત આપવું.
  • કેળની લૂમને તડકાથી રક્ષણ માટે તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.
  • લૂમની વિકાસ અવસ્થાએ છોડને ટેકો આપવા. લૂમ પર સુકા પાંદડા વીટાળવા.
  • પરાળ, સૂકું ઘાસ, સુકા પાંદડા વગેરેનો ઉપયોગ કરીને કેળના પાકમાં આવરણ કરવું જેથી જમીનમાં ભેજનું સંરક્ષણ કરી શકાય.

ઉનાળુ ડાંગર

કંટી નીકળવી/

ફૂલ

 

  • રોપણી કરેલ પાકની ક્યારામાં ૫-૭ સે.મી. ઊંડાઈ સુધી પાણી ભરેલું રાખવું.
  • ગાભમારાની ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં ઈયળના પુખ્ત આકર્ષવા માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવવા. લીમડા આધારિત તૈયાર કીટનાશાકનો ૧૦ મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મી.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
  • ચૂસિયાં જીવાતનો ઉપદ્રવ જણાય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી ખુલ્લા હવામાનમાં છંટકાવ કરવો.

ઉનાળુ બાજરી

ફુલ/

ડુંડા અવસ્થા

 

  • ઉનાળુ બાજરીના પાકમાં જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિ મુજબ અથવા કટોકટીની અવસ્થાઓએ પિયત આ૫વા.

ઉનાળુ મગ

ફૂલ/

શીંગો બેસવી  

 

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.
  • મગના પાકમાં મોલોના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અને સફેદમાખીના નિયંત્રણ માટે એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ ભીંડા

ફૂલ/ફળ

 

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.
  • ભીંડાના પાકમાં તડતડિયાં જીવાતના ઉપદ્રવના નિયંત્રણ માટે શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લી. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. પાકના વૃદ્ધિકાળ દરમ્યાન જયારે ઉપદ્રવ વધુ જણાય ત્યારે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ ચોળી

વાનસ્પતિક/

ફૂલ

 

  • ચોળીના પાકની વાવણી કાર્ય પછી ૩૦ અને ૪૫ દિવસે બે વખત આંતરખેદ કર્યા બાદ હાથથી નિંદામણ કરવું.
  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું
  • ચોળીના પાકમાં મોલોના નિયંત્રણ માટેઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વેલાવાળા શાકભાજી (ઉનાળુ)

ફળ

 

  • પાકમાં હવામાન પરીસ્થિતિ અને જમીનના પ્રતને ધ્યાનમાં લઈ ૮ થી ૧૦ દિવસના અંતરે  પિયત આપવું.
  • ફળમાખીના નિયંત્રણ માટે ક્લુરયુક્ત પ્લાયવુડ બ્લોક ધરાવતા ટ્રેપ હેક્ટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા.
  • તરબૂચના પાકમાં ફુલ આવે ત્યારે કેલ્શિયમ નાઈટ્રેટ ર ગ્રામ પ્રતિ લિટર પાણી અને વેલા ઉગી ગયા બાદ ૧પ-ર૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ર ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શિયમ ૧ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય.
  • પરિપકવ ફળોની સમયસર વીણી કરી બજારમાં વેચાણ અર્થે મૂકવા.

આંબો

ફળ

 

  • આંબામાં ભૂકીછારો રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.
  • આંબાના મધિયાના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.
  • કેરી ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેટલી થાય ત્યારે ૧૦૦ લિટર પાણીમાં ૨ ગ્રામ નેપ્થેલીન એસેટિક એસીડ અને ૨ કિ.ગ્રા. યુરીયાના દ્રાવણનો ૧૫-૨૦ દિવસના ગાળે છંટકાવ કરવો.

પશુપાલન

  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો.
  • ૫શુઓને દિવસ દરમ્યાન લીલોચારો પૂરતા પ્રમાણમાં આ૫વો. સૂકોચારો સવાર અને સાંજના ઠંડા ૫હોરેઆ૫વો.
  • ઉનાળામાં પશુઓનેખાસ કરીને રેસાયુક્ત ખોરાક આપવો.
  • ઉનાળામાં દુધાળા જાનવરને ખાસ કરીને ભેંસો તથા સંકર ગાયોને દિવસમાં બે થી ત્રણ વખત નવડાવવાથી ગરમીથી બચાવી શકાય અને દૂધ ઉત્પાદન જાળવીરખાય છે.
  • ઉનાળામાં પશુનું રહેઠાણ સારું હવા ઉજાશવાળું હોવું જોઈએ. છાપરું લોખંડ કે પતરાનું હોય તો ઉપરની સપાટીને સફેદ રંગથી રંગવી અથવા અડધો ફૂટ જેટલો સુકાપૂળાનો થર કરવો જેથી પશુને ગરમી ઓછી લાગે.
  • પશુઓને વીજળી-મેઘગર્જના જેવી હવામાન પરીસ્થિતિ દરમિયાન શેડમાં સુરક્ષિત જગ્યાએ રાખવા.

 

 

આણંદ જીલ્લો  

 

હવામાન આગાહી

 

     તારીખ

 (દિવસ-)

(૦૩/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૦૪/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૦૫/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

(૦૬/૦૫/૨૦૨૫)

 (દિવસ-)

  (૦૭/૦૫/૨૦૨૫)

વરસાદ(મી.મી.)

0

0

0

0

6

મહત્તમ તાપમાન (સે.ગ્રે.)

39

38

37

37

37

લઘુત્તમ તાપમાન (સે.ગ્રે.)

28

27

28

28

27

મહત્તમ  ભેજ (%)

50

55

55

55

55

લઘુત્તમ ભેજ (%)

25

30

35

30

30

પવનની ગતિ (કિમી/કલાક)

8

8

13

12

8

પવનની દિશા

304

260

223

218

248

વાદળની સ્થિતિ(ઓક્ટા)      

0

0

2

1

5

 

 

 

નોંધ: ઉપર દર્શાવેલ હવામાન આગાહી સમગ્ર જીલ્લાની સરેરાશ હોઈ, તેને કોઈ એક જગ્યા માટે લાગુ કરવી નહિ.

 

 

* નવી હવામાનની આગાહી દર મંગળવારે અને શુકવાર ના રોજ પ્રસિદ્ધ થશે 

 

latitude: 
22.58°N
longitude: 
72.92°E
altitude: 
45.1 m
Weather Date: 
Sat, 2025-05-03
max: 
41.2
min: 
24.0
Relative humidity: 
77
Wind Direction: 
SW
Evaporation: 
8.0
Wind Speed: 
3.7
Birght Sunshine: 
11.1
Rainfall: 
0.0

Circular Regarding Patent Registration

Issuing Office: 
Directorate of Research & Dean PG Studies
Short name of Issuing office: 
DR_AAU
Date: 
Sat, 2015-10-17

Circular for colleges - Use of software for Date 15/10/2015

Issuing Office: 
Registrar Office
Short name of Issuing office: 
aau_reg
Date: 
Thu, 2015-10-15

દિવાળીની રજાઓ જાહેર કરવા બાબત

Issuing Office: 
Registrar Office
Short name of Issuing office: 
aau_reg
Date: 
Fri, 2015-10-16
 
 
Photo Gallery X