Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

31/08/2024, [Saturday]
Temperature (°C)
Max Min
32.2 26.0
Relative Humidity 95 Wind Speed 4.7
Wind Direction CALM Bright Sunshine 8.4
Evaporation 3.3 Rainfall 2.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન, આણંદ જીલ્લામાં હવામાન ભેજવાળું તથા આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે અને છૂટીછવાયી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન ૨૭ થી ૩૪ ડીગ્રી સે., લઘુતમ તાપમાન ૨૫ થી ૨૭ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૪૬ થી ૭૫ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૦ થી ૧૮ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: તારીખ ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય લઘુત્તમ તાપમાન સામાન્ય અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય  સલાહ

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ઉભા પાકોના ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તથા ઉભા પાકોમાં રોગ-જીવાતોના ઉપદ્રવનું નિરિક્ષણ કરી ઉપદ્રવ જણાય તો ભલામણ મુજબની જંતુનાશક દવા/ફૂગનાશક દવાનો છંટકાવ આકાશ ચોખ્ખું હોય તથા પવનની ગતિ ઓછી રહે ત્યારે કરવો તેમજ, દવાની જોડે ડીટરજન્ટ પાઉડર અથવા સ્ટીકર (ગુંદરીયુ)નો ઉપયોગ કરીને છંટકાવ કરવો.
  • ઉભા પાકોમાં વરાપ થયે જરૂરિયાત અનુસાર આંતરખેડ તથા નિંદામણ કરવું તથા ખાતરનો પૂર્તિ હપ્તો આપવો.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત/જાત

કૃષિ સલાહ

કેળ

વાનસ્પતિક

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે કેળના ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ હાલના ભેજવાળા અને વાદળછાયા હવામાનને કારણે સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં રોગ જણાય તો કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૫ મિ.લી. જેવી ફુગનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વરસાદ વગરના સમયગાળા દરમ્યાન અથવા ખુલ્લા હવામાનમાં પવનની ગતિ ઓછી રહે ત્યારે છંટકાવ કરવો, દવાના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટીકર ઉમેરવું હિતાવહ છે.

ડાંગર

(ચોમાસું)

કંઠી નીકળવાની/ ફૂલ

 

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ડાંગરના ખેતર/ક્યારીમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો.

પાનનો ઝાળ રોગ

(બેક્ટેરિયલ લીફ બ્લાઈટ)

  • ડાંગરમાં પાનનો ઝાળ રોગ ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧ ગ્રામ  સ્ટ્રેપ્ટોસાયક્લીન + ૧૦ ગ્રામ કોપર ઓક્સીક્લોરાઈડ જેવી ફુગનાશક દવાનું દ્રાવણ બનાવી પ્રતિ હેકટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ આખા છોડ ભીંજાઈ જાય તે રીતે વરસાદ વગરના કોરા સમયગાળા દરમ્યાન છંટકાવ કરવો.

કરમોડી/ખડખડીયો

  • કરમોડી રોગના નિયંત્રણ માટે ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા આઈપ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવા.

બીડી તમાકુ

ફેરરોપણી/ વાનસ્પતિક

 

  • તૈયાર થયેલ બીડી તમાકુના ધરૂની ૯૦ સે.મી. X ૭૫ સે.મી. અથવા ૧૦૫ સે.મી. X ૯૦ સે.મી.ના અંતરે રોપણી કરવી.
  • રોપણી કરેલ તમાકુના ખેતરમાં હાલ થયેલ ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ જમીનમાં વરાપ થયે આંતરખેડ તથા નિંદામણ કરવું.

ચોમાસું

મગ/અડદ

ફૂલ/શીંગો બેસવી

પચરંગીયો/કોકડવા

  • પચરંગીયો રોગ સફેદમાંખી દ્વારા ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ફોસ્ફામિડોન ૪૦ ઇસી ૩ મી.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મી.લિ. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

મોલો

  • મોલોનો ઉપદ્રવ જણાય તો ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૭.૫ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યુએસ ૨.૮ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

તુવેર

વાનસ્પતિક

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ વરાપે આંતરખેડ તથા નિંદામણ કરવું.

મરચી

વાનસ્પતિક/ફુલ

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ વરાપે આંતરખેડ તથા નિંદામણ કરવું.

કોકડવા/થ્રીપ્સ

 

  • સતત વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે મરચીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૩૦ થી ૫૦ મી.લિ.૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ટામેટી

વાનસ્પતિક/ફુલ

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ વરાપે આંતરખેડ તથા નિંદામણ કરવું.

આગોતરો સૂકારો

  • આગોતરા સૂકારો રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ દવા ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

રીંગણ

વાનસ્પતિક/ફુલ

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ વરાપે આંતરખેડ તથા નિંદામણ કરવું.

સફેદમાખી અને તડતડિયાં

  • સફેદમાખી અને તડતડિયાંના નિયંત્રણ માટે ડાયફેન્થ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ  અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ભીંડા

ફૂલ/ફળ

 

  • હાલ થયેલ ભારે વરસાદને કારણે ખેતરમાં પાણીનો ભરાવો થયેલ હોય તો તેનો નિકાલ કરવો તેમજ વરાપે આંતરખેડ તથા નિંદામણ કરવું.

પીળી નસનો રોગ

  • ભીંડાના પાકમાં પીળી નસના રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથીન ૩૦ ઇસી  ૩.૪ મિ.લી.  ૧૦ લિટર પાણીમાં ભેળવી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ચોમાસું બાજરી

ગાભ/ફૂલ

 

પાનનાં ટપકાંનો રોગ

  • બાજરીના પાકમાં પાનનાં ટપકા રોગની જણાય ત્યારે કાર્બેન્ડેઝિમ ફુગનાશ દવા ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૧૫-૨૦ દિવસના અંતરે હવામાન ખુલ્લું રહે ત્યારે કરવા.

કુતુલ/તળછારો

  • તળછારો રોગ જણાય તો તેના નિયંત્રણ માટે મેટાલેક્ષીલ એમઝેડ દવા ૭૫ વેપા ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઘાસચારા જુવાર

વાનસ્પતિક/ફૂલ

કાપણી

  • એક કાપણીની જાતોમાં ૬૦ થી ૬૫ દિવસે (૫૦% ફૂલ અવસ્થાએ) કાપણી કરવી.
  • બહુકાપણી જાતોમાં પ્રથમ કાપણી ૪૦ થી ૪૫ દિવસે અને ત્યારબાદ ૩૦ દિવસના અંતરે કાપણી કરવી.

પશુપાલન

  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું.
  • પશુઓના શરીર ઉપર કે કોઢ ગમાણમાં ઈતરડીને દૂર કરવા નજીકના પશુ દવાખાનાની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો. પશુઓને ખનિજયુક્ત મિશ્રણ સહિતનો ખોરાક આપવો.
  • ઘાસચારાના ટુકડા કરવા માટે ચાફ કટરનો ઉપયોગ કરવો.
  • વરસાદ દરમ્યાન ઘાસચારો પલળે નહી એટલે સુરક્ષિત જગ્યાએ રાખવો.

 

 

 
 
Photo Gallery X