Latest News

Weather

Anand

Latitude - 22.58°N       Longitude - 72.92°E       Altitude - 45.1 m

TODAY'S WEATHER 

01/04/2023, [Saturday]
Temperature (°C)
Max Min
33.2 22.2
Relative Humidity 75 Wind Speed 6.4
Wind Direction WNW Bright Sunshine 11.0
Evaporation 7.3 Rainfall 0.0
Weather Remarks


ગ્રામીણ કૃષિ મૌસમ સેવા

હવામાન આગાહી આધારિત કૃષિ સલાહ બુલેટીન

 

આણંદ જીલ્લો  

 

કૃષિ સલાહ

 

હવામાન સારાંશ

  • ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન, આણંદ જીલ્લામાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેવાની સંભાવના છે તથા વરસાદની શક્યતા નહિવત છે. મહતમ તાપમાન ૩૩ થી ૩૭ ડીગ્રી સે., લઘુતમ તાપમાન ૨૨ થી ૨૫ ડીગ્રી સે. તથા હવામાં ભેજનું પ્રમાણ ૧૯ થી ૬૪ ટકા રહેવાની શક્યતા છે, પવનની સરેરાશ ઝડપ ૧૦ થી ૧૩ કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
  • આગોતરું અનુમાન: તારીખ ૦૫ એપ્રિલ, ૨૦૨૩ થી ૧૧ એપ્રિલ, ૨૦૨૩ દરમ્યાન ગુજરાત વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની અને સામાન્ય કરતા વધારે વરસાદ પડવાની સંભાવના છે.

સામાન્ય સલાહ

  • ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં વહેલી તકે પરિપક્વ પાકોની કાપણી પૂર્ણ કરી લેવી તેમજ કાપણી કરેલ ખેત-પેદાશોની યોગ્ય સૂકવણી અને થ્રેસિંગ કર્યા બાદ સુરક્ષીત સંગ્રહ કરવો.
  • શિયાળુ પાકોની કાપણી કર્યા બાદ જમીનમાં ઊંડી ખેડ કરી જમીનને સૂર્યપ્રકાશમાં તપવા દેવી જેથી કરીને જમીનમાં રહેલ રોગ-જીવાતનો નાશ કરી શકાય છે.
  • વાવણી કરેલ પાકમાં આંતરખેડ તથા નિંદામણ કરવું તેમજ જમીનના પ્રત અને હવામાનને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.
  • જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવા અને નિંદણ નિયંત્રણ માટે પાકના અવશેષો, ભૂસું, પરાળ અથવા પ્લાસ્ટિક મલ્ચ (આવરણ)નો ઉપયોગ કરવો.
  • ઉભા પાકોમાં રોગ-જીવાતના ઉપદ્રવનું નિરીક્ષણ કર્યા બાદ ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં પાક સરક્ષણના પગલા લેવા.
  • હવામાન આધારિત કૃષિ સલાહ અંગેની સ્થાનિક ભાષામાં માહિતી મેળવવા માટે મોબાઈલમાં મેઘદૂત એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો:

એન્ડ્રોઈડ યુઝર્સ માટે: https://play,google.com/store/apps/details?id=com.aas.meghdoot

આઈ.ઓ.એસ યુઝર્સ:  https://apps.apple.com/in/app/meghdoot/id1474048155

પાક

પાક અવસ્થા

રોગ/જીવાત/જાત

કૃષિ સલાહ

કેળ

ફૂલ અવસ્થા/

  લૂમનો વિકાસ

 

 

 

-

  • જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ  પિયત આપવું.
  • કેળાના પાકમાં ફૂલ અવસ્થા દરમ્યાન ઝીંક સલ્ફેટ ૦.૫% અથવા ફેરસ સલ્ફેટ ૦.૨% નો છંટકાવ કરવાથી ફળની ગુણવત્તા તથા ઉત્પાદનમાં વધારો થાય છે.
  • કેળની ફરતે પવન અવરોધકવાડ કરવી જરૂરી છે તેના માટે ઝડપી વૃદ્ધિ કરતી શેવરી અનુકૂળ છે.
  • લૂમની વિકાસ અવસ્થાએ છોડને ટેકો આપવા. લૂમ પર સુકા પાંદડા વીટાળવા.

મરચી/ટામેટી

વૃદ્ધિ/ફૂલ

કોકડવા/થ્રીપ્સ

 

  • ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે લીમડાનું તેલ ૩૦ થી ૫૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સ્પીનોસાડ ૩ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવીને ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ  કરવો.

પિયત

  •  જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિ તેમજ પાકની જરૂરિયાત મુજબ પિયત  આપવું.

રીંગણ

વૃદ્ધિ/ફૂલ

સફેદ માખી

  • સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ડાયફેન્થૂરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૨૫%+ફેનવાલરેટ ૩% ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો.

પિયત

  • જમીનમાં ભેજ અને હવામાનની પરિસ્થિતિ તેમજ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.

ઉનાળુ ડાંગર

ફૂટ

નિંદણ નિયંત્રણ

  • પાકને રોપણી બાદ ૧૫ થી ૪૫ દિવસ સુધી નિંદામણમુક્ત રાખવો.

પિયત

  • રોપણી કરેલ પાકની ક્યારામાં ૫-૭ સે.મી. ઊંડાઈ સુધી પાણી ભરેલું રાખવું.

ગાભમારાની ઈયળ

  • ગાભમારાની ઈયળના ઉપદ્રવની શરૂઆતમાં ઈયળના પુખ્ત આકર્ષવા માટે ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશ પીંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવવા. લીમડા આધારિત તૈયાર કીટનાશાકનો ૧૦ મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય તો ફ્લ્યૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મી.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી ખુલ્લા હવામાનની પરિસ્થિતિમાં છંટકાવ કરવો.

વેલાવાળા ફળપાકો

(ઉનાળુ)

વાનસ્પતિક/

ફુલ

 

 

પિયત

  • જમીનમાં ભેજની પરિસ્થિતિ અને પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.

પૂર્તિ ખાતર

  • વાવણીના ૨૫ થી ૩૦ દિવસ બાદ  નાઈટ્રોજનયુક્ત ખાતરનો પૂર્તિ હપ્તો આપવો.

પાક સંરક્ષણ

  • તરબૂચના પાકમાં પાનકોરીયાના નિયંત્રણ માટે  સાયાનટ્રારાનીલીપ્રોલ ૧૦% ઓડી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં પ્રથમ છંટકાવ વાવણી બાદ ૪૦ દિવસ બાદ અને ત્યારબાદ બીજો છંટકાવ બીજો છંટકાવ ૧૫ દિવસે  કરવો.

ઉનાળુ બાજરી

વાનસ્પતિક

આંતરખેડ અને નિંદામણ

  • બાજરીનો પાક એક માસનો થાય ત્‍યારે આંતર ખેડ કરવી તેમજ હાથથી નિંદામણ કરવું.

પિયત

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની કટોકટીની  અવસ્થાએ (ફૂટ, ધ્વજ પર્ણ અને ફૂલ) જરૂરિયાત મુજબ પિયત આપવું.

ખાતર વ્યવસ્થાપન

  • પૂર્તિ ખાતર તરીકે ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજન પ્રતિ હેક્ટર પ્રમાણે પારવણી કર્યા બાદ જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવો.

ઉનાળુ ભીંડા

વાનસ્પતિક

આંતરખેડ અને નિંદામણ

  • પાકની શરૂઆતની અવસ્થાએ કરબડીથી ૨ થી ૩ આંતરખેડ કરવી.

પિયત

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.

તડતડિયાં

  • હાલના હવામાનમાં ભીંડાના પાકમાં તડતડિયાં જીવાતના ઉપદ્રવની થવાની શક્યતા હોઈ, તેના નિયંત્રણ માટે શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મી.લિ. (૫ ઇસી) થી ૬૦ મી.લિ. (૦.૦૩ ઇસી) અથવા  વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. પાકના વૃદ્ધિકાળ દરમ્યાન જયારે ઉપદ્રવ વધુ જણાય ત્યારે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ઉનાળુ ચોળી

વાનસ્પતિક

આંતરખેડ અને નિંદામણ

  • ચોળીના પાકની વાવણી કર્યા પછી ૩૦ અને ૪૫ દિવસે બે વખત આંતરખેડ કરી હાથથી નિંદામણ કરવું.

પિયત

  • ઉનાળુ ચોળીનું વાવેતર ઓરવાણ કર્યા બાદ કર્યું હોય તો પ્રથમ પિયત વાવણીના ૨૦ દિવસ બાદ આપવું.

ઉનાળુ મગ

વાનસ્પતિક

આંતરખેડ અને નિંદામણ

  • મગના પાકની વાવણી કર્યા પછી ૩૦ અને ૪૫ દિવસે બે વખત આંતરખેડ કરી હાથથી નિંદામણ કરવું.

પિયત

  • જમીનના પ્રત તથા હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું.

મોલો, સફેદમાખી

  • મગના પાકમાં મોલોના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મી.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અને સફેદમાખીના  નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસસી ૧૫ ગ્રામ  ૧૦ લિટર પાણીમાં ઉમેરી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

આંબો

લખોટી જેટલા કદના ફળ

ભૂકીછારો

  • આંબામાં ભૂકીછારો રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

આંબાનો મધિયો

  • આંબાના મધિયાના નિયંત્રણ માટે થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૧ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી હવામાન ખુલ્લું રહે ત્યારે છંટકાવ કરવો.

ફળનું ખરણ

  • કેરી ફળનું ખરણ થતું અટકાવવા માટે કેરી વટાણા જેટલી થાય ત્યારે ૧૦૦ લિટર પાણીમાં ૨ ગ્રામ નેપ્થેલીન એસેટિક એસીડ અને ૨ કિ.ગ્રા. યુરીયાના દ્રાવણનો ૧૫-૨૦ દિવસના ગાળે છંટકાવ કરવો.

પશુપાલન

  • પશુઓના રહેઠાણમાં માખી મચ્છરથી રક્ષણ માટે ફીનાઈલ છાંટવું તેમજ પશુઓને યોગ્ય આહારમાં ખનિજયુક્ત મિશ્રણ સાથે સંગ્રહિત ચારો આપવો. શુઓને શક્તિ અને પ્રોટીન સભર સુપાચ્ય આહાર આ૫વો.
  • ૫શુઓને દિવસ દરમ્યાન લીલો ચારો પૂરતા પ્રમાણમાં આ૫વો. સૂકો ચારો સવાર અને સાંજના ઠંડા ૫હોરે આ૫વો.
  • ઉનાળામાં પશુઓને ખાસ કરીને રેસાયુક્ત ખોરાક આપવો.

 

 
 
Photo Gallery X