Sheth D.M. Polytechnic in Horticulture, AAU, Vadodara

Sheth D.M.Polytechnic in Horticulture

 

શેઠ.ડી.એમ પોલીટેકનીક ઇન હોર્ટિકલ્ચર દ્વારા નિવાસી એન.એસ.એસ ખાસ શિબિરનું આયોજન

 

              શેઠ.ડી.એમ પોલીટેકનીક ઇન હોર્ટિકલ્ચર દ્વારા ગામ:સાંપલા  તા:પાદરા, જી:વડોદરા ખાતે એન.એસ.એસ અંતર્ગત તા:૨૪-0૩-૧૯ થી ૩૦-0૩-૧૯ દરમ્યાન ખાસ શિબિરનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રોગ્રામ ઓફિસર ડો. વિ. કે પટેલ, મદદનીશ સ્ટાફ અને 30 સ્વયમસેવકોએ ત્યાં રોકાઈને વિવિધ પ્રવૃતી કરેલ હતી. શિબિરના ઉદઘાટન સમારંભમાં કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ.પંચાલ તથા સાંપલા ગામના અગ્રણી અને નિવૃત પ્રાધ્યાપક, આ.કૃ.યુ   ડો. જે. જે. પટેલ તથા ગામના ખેડૂતો હાજર રહી સ્વયમ સેવકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો.

               આ શિબિર દરમ્યાન સ્વયમ સેવકોએ વિવિધ સમાજલક્ષી પ્રવૃતિ કરેલ હતી જેવીકે સફાઇ અભિયાન,સ્વછતા રેલી,વૃક્ષા રોપણ,મંદિરના બગીચાની જાળવણી,પશુ આરોગ્ય કેમ્પ,વ્યસન મુકતી તેમેજ કિડની અવેરનેસ પ્રોગ્રામ કરેલા હતા.વ્યસન મુકતી કાર્યક્રમ અંતર્ગર્ત નજીકમાં આવેલ એમ.એમ.સાંપલાવાલા સાર્વજનીક હાઇસ્કુલમાં ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને ટોબેકો કંન્ટ્રોલ સેલ,આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત,વડોદરા દ્વારા ટ્રોફી આપવામાં આવેલ હતી. સ્વયમસેવકોએ ગૌશાળા,ગૌમૂત્ર અર્ક અને વર્મીકમ્પોસ્ટ યુનિટની મુલાકાત લીધેલ હતી.તેમજ શિબર દરમિયાન રોજ સવારે સ્વયમસેવકોએ  ગાયત્રી મંદિરમાં ચાલતા યજ્ઞનો પણ  લાભ લીધો હતો.

           શિબિરના સમાપન સમારંભમાં કોલેજના આચાર્યશ્રી ડો. બી. એચ. પંચાલ,  નિવૃત પ્રાધ્યાપક, આ.કૃ.યુ, ડો. જે. જે. પટેલ, ગાયત્રી મંદિરનાં સંચાલક શ્રી ચંદુભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી જગદીશભાઈ પટેલ અને ગામના ખેડૂતો હાજર રહ્યા હતા. સ્વયમસેવકો એ શિબિરનાં અનુભવ વિષે ચર્ચા કરી  પ્રતિભાવ આપેલ હતા. અંતમાં સ્વયમસેવક શ્રી ધ્રુમેશ ચાવડાએ સૌનો અભાર વ્યક્ત કરી શિબિરની પૂર્ણાહુતિ કરી.  

 

 

 

YEAR : 2018 - ACTIVITIES

 
 
Photo Gallery X